VIDEO:ટેટ-1 પાસ શિક્ષકોનો પડતર પ્રશ્ને આક્રોશ, કલેક્ટરને આવેદનપત્ર
છોટાઉદેપુર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘે વર્ષોથી પડતર ટેટ એક પાસ શિક્ષકોના પ્રશ્નોને

છોટાઉદેપુર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘે વર્ષોથી પડતર ટેટ એક પાસ શિક્ષકોના પ્રશ્નોને લઈને અવાજ ઉઠાવ્યો છે. સંઘ દ્વારા અધિક કલેક્ટરને આવેદનપત્ર પાઠવી શિક્ષકોના વહીવટી અને આર્થિક હકોનો તાત્કાલિક નિકાલ લાવવાની માંગ કરવામાં આવી છે. વર્ષ ૨૦૦૯માં વિદ્યાસહાયક તરીકે ભરતી થયેલા અને ત્યારબાદ નિયમિત થયેલા આ શિક્ષકો અનેક મહત્વના લાભોથી વંચિત હોવાની વ્યથા સંઘે વ્યક્ત કરી હતી. રાજ્ય સરકારના ઠરાવો અને પરિપત્રો હોવા છતાં, શિક્ષકોની રજૂઆતોનો યોગ્ય ઉકેલ ન આવતા તેઓમાં રોષ જોવા મળી રહ્યો છે. હવે તંત્ર આ લાંબા સમયથી બાકી રહેલા પ્રશ્નોનો ન્યાયસંગત ઉકેલ ક્યારે લાવે છે તે જોવું રહ્યું.




