VIDEO: ભાવનગર પેરોલફર્લો સ્કવોડે ઓપરેશન કારાવાસ અંતર્ગત ડ્રોન ટેકનોલોજીની મદદથી કેદીને ઝડપી પાડ્યો
ભાવનગર પેરોલફર્લો સ્કવોડે ઓપરેશન ક

ભાવનગર પેરોલફર્લો સ્કવોડે ઓપરેશન કારાવાસ અંતર્ગત ડ્રોન ટેકનોલોજીની મદદથી ફિલ્મી ઢબે કાર્યવાહી કરી મર્ડર કેસના ફરાર કેદીને ઝડપી પાડ્યો છે. અમરેલીના લીલીયામાં થયેલી હત્યાના ગુનામાં અમદાવાદ મધ્યસ્થ જેલમાં સજા કાપી રહેલો સુમારભાઈ અબ્દુલભાઈ દલ સાત મહિના અગાઉ ફર્લો રજા પર છૂટ્યા બાદ ફરાર થઈ ગયો હતો. બાતમીના આધારે પોલીસે પાલીતાણાના ડુંગરપુર ગામે એક લગ્ન પ્રસંગ દરમિયાન તેના ઘરેથી તેને દબોચી લીધો હતો. હાલ આરોપીને પાલીતાણા રૂરલ પોલીસને સોંપી ફરી અમદાવાદ જેલ મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.




