VIDEO: બફારા બાદ ભાવનગરમાં વરસાદી માહોલ, લોકોને મળી ઠંડકભરી રાહત
ભાવનગર જિલ્લામાં બપોર સુધી અસહ્ય ગરમી અને બફારાનો સામનો કરી રહેલા લોકોને સાંજ પડતા જ વાતાવરણ


ભાવનગર જિલ્લામાં બપોર સુધી અસહ્ય ગરમી અને બફારાનો સામનો કરી રહેલા લોકોને સાંજ પડતા જ વાતાવરણમાં આવેલા પલટાથી મોટી રાહત મળી છે. બપોર બાદ અચાનક વાદળછાયું વાતાવરણ સર્જાતા જિલ્લાના પાલીતાણા, શિહોર પંથકમાં વરસાદનું આગમન થયું છે. આ સાથે તળાજા શહેર, અલંગ, ત્રાપજ અને મણાર જેવા વિસ્તારોમાં પણ સારો વરસાદ પડતા આખાય વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઈ છે. ગરમી અને બફારાથી ત્રસ્ત લોકો માટે આ વરસાદી માહોલ આશીર્વાદરૂપ બન્યો છે,




