મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: છોટાઉદેપુર જિલ્લાના બોડેલી પંથકમાં અચાનક વાતાવરણમાં પલટો આવતા ધીમી ધારે વરસાદ શરૂ

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી પંથકમાં અચાનક વાતાવરણમાં પલટો

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી પંથકમાં અચાનક વાતાવરણમાં પલટો આવતા ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો. આ વરસાદને કારણે સ્થાનિક રોડ-રસ્તાઓ ભીંજાયા હતા. વાતાવરણમાં અચાનક ઠંડક પ્રસરી જતાં લોકોને કાળઝાળ ગરમીમાંથી કંઈક અંશે રાહત મળી હતી. જોકે, આ વરસાદ માત્ર હળવા ઝાપટા સ્વરૂપે જ વરસ્યો હતો. બોડેલી વિસ્તારના કેટલાક ખેડૂતોએ પોતાના ખેતરોમાં બિયારણ વાવી દીધા છે. પરંતુ આ વરસાદ ખેતી માટે પૂરતો અને વાવણી લાયક ન હોવાથી ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. હાલ ખેડૂતો પાક બચાવવા અને વાવણી આગળ વધારવા માટે ધોધમાર અને ખેતી લાયક વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

આ સમાચાર શેર કરો