VIDEO : ગુજરાતમાં હજી ચોમાસાની રાહઃ બે દિવસ હળવા વરસાદની આગાહી

હવામાન વિભાગની નવી આગાહી મુજબ ગુજરાતમાં નિયમિત ચોમાસા માટે હજુ રાહ જોવી પડશે. ૧૭ થી ૨૩ જ

હવામાન વિભાગની નવી આગાહી મુજબ ગુજરાતમાં નિયમિત ચોમાસા માટે હજુ રાહ જોવી પડશે. ૧૭ થી ૨૩ જૂન દરમિયાન રાજ્યમાં પવનની દિશા દક્ષિણ-પશ્ચિમ રહેતા માત્ર બે દિવસ હળવા વરસાદની શક્યતા છે. ૧૭ જૂને ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે છૂટાછવાયા વરસાદની આગાહી છે, જ્યારે ૧૮ જૂને મહીસાગર, અરવલ્લી અને દાહોદમાં હળવો વરસાદ પડી શકે છે.હાલ ઉત્તર પાકિસ્તાનમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય હોવા છતાં ગરમીનું જોર યથાવત છે, જેમાં અમદાવાદમાં ૪૦.૬ ડિગ્રી તાપમાન નોંધાયું છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત