VIDEO: બનાસકાંઠાઃ પાલનપુર, અમિરગઢમાં પવન સાથે વરસાદથી અનેક વિસ્તારમાં વૃક્ષ ધરાશાયી
હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી આગાહીને પગલે બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ, પ

હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી આગાહીને પગલે બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ, પાલનપુર સહિતના વિવિધ તાલુકાઓમાં મધરાત્રે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને ભારે પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો. આ વાવાઝોડા જેવા ભારે પવનના કારણે કેટલાક વિસ્તારોમાં મોટા વૃક્ષો ધરાશાયી થતાં સ્થાનિક વાહનચાલકો અને લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જો કે, બીજી તરફ લાંબા સમયથી વરસાદની ચાતક નજરે રાહ જોઈ રહેલા સ્થાનિક ખેડૂતોમાં આ નવસાધ્ય વરસાદથી ખુશીનો માહોલ જોવા મળ્યો હતો, તેમજ રાત્રિના સમયે પડેલા આ વરસાદને કારણે લોકોને અસહ્ય ગરમી અને ઉકળાટમાંથી મોટી રાહત મળી હતી અને સમગ્ર પંથકના વાતાવરણમાં ગુલાબી ઠંડક પ્રસરી ગઈ હતી.




