મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO/ Banaskantha: દાંતા-અંબાજી પંથકમાં ભારે પવન સાથે વરસાદ, તૈયાર પાકને નુકસાનની ભીતિથી ખેડૂતો ચિંતિત

બનાસકાંઠા જિલ્લાના દાંતા પંથકના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો છે. મોડી રાત્રિના

બનાસકાંઠા જિલ્લાના દાંતા પંથકના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો છે. મોડી રાત્રિના સમયે જોરદાર પવન ફૂંકાતા ધૂળની ડમરીઓ ઉડી હતી અને જનજીવન પર તેની વ્યાપક અસર જોવા મળી હતી. ભારે પવન અને વીજળીના કડાકા-ભડાકા સાથે દાંતા, અંબાજી સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ તૂટી પડતાં સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ છે.

આ વરસાદના કારણે એક તરફ લોકોને અસહ્ય ગરમી અને ઉકળાટમાંથી મોટી રાહત મળી છે, તો બીજી તરફ ખેતરોમાં તૈયાર થયેલા પાક અને ખેતીના ચાલુ કામોને લઈને ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે સમગ્ર પંથકમાં હાલ વરસાદી માહોલ છવાયેલો છે.

આ સમાચાર શેર કરો