મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: Banaskantha / ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર ગલ્લામાં ઘૂસી; અકસ્માતમાં 1નું મોત, 6 લોકો ઘાયલ

બનાસકાંઠાના દાંતા ગામમાં કાર અકસ્માતની ઘટના સામે આવી છે. દાંતા પોલીસ

બનાસકાંઠાના દાંતા ગામમાં કાર અકસ્માતની ઘટના સામે આવી છે. દાંતા પોલીસ સ્ટેશન નજીક કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ગલ્લામાં ઘૂસી ગઈ હતી. અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે જ્યારે છ લોકો ઘાયલ થયા છે, જેમાં એકની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. ગલ્લા આગળ બેઠેલા બે લોકોને સામાન્ય ઈજા થતા ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યારે ગલ્લા ચાલકને ગંભીર હાલતમાં પાલનપુર સારવાર માટે રિફર કરવામાં આવ્યો છે. અકસ્માત સમયે લોકો અંતર શાહ દરગાહ ખાતે ઉરસના મેળામાં દર્શન કરવા જઈ રહ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ અને 108ની ટીમ તાત્કાલિક સ્થળે પહોંચી હતી.

આ સમાચાર શેર કરો