મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO/ Banaskantha: ડિહાઇડ્રેશનનો ભોગ બનેલા ટીટોડીના બચ્ચાને વાઈલ્ડ લાઈફ એક્સપર્ટે આપ્યું નવજીવન

બનાસકાંઠા જિલ્લાના ચિમનગઢ ગામ ખાતે ભારે ગરમીના કારણે ટીટોડીના એક બચ્ચાની તબિયત અચાનક બગડી જતા તે ડિહાઇડ્રેશનનો

બનાસકાંઠા જિલ્લાના ચિમનગઢ ગામ ખાતે ભારે ગરમીના કારણે ટીટોડીના એક બચ્ચાની તબિયત અચાનક બગડી જતા તે ડિહાઇડ્રેશનનો ભોગ બન્યું હતું. ઓક્સિજનનું પ્રમાણ ઘટી જતાં બચ્ચું નિષ્ક્રિય હાલતમાં પહોંચી ગયું હતું. આ ગંભીર પરિસ્થિતિમાં વાઈલ્ડ લાઈફ એક્સપર્ટ વિજય ડાભીએ સમયસર પહોંચીને જીવદયાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. તેમણે તાત્કાલિક મોઢેથી સીપીઆર આપી બચ્ચાને સતત ઓક્સિજન પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. વિજય ડાભીની સતર્કતા અને મહેનતના કારણે ટીટોડીનું બચ્ચું ફરી જીવંત બન્યું અને તેનું સફળ પ્રાણરક્ષણ કરવામાં આવ્યું હતું. આ બનાવ માનવતા, જીવદયા અને પ્રકૃતિ પ્રત્યેની સંવેદનાનું ઉત્તમ ઉદાહરણ બની રહ્યો છે. સ્થાનિક લોકોએ વિજય ડાભીના આ સેવાભાવી કાર્યની પ્રશંસા કરી તેમને સમાજ માટે પ્રેરણાદાયક ગણાવ્યા હતા.

આ સમાચાર શેર કરો