VIDEO:રેગિંગ મામલે તંત્રની કડક કાર્યવાહી, એકને 1 વર્ષ તો બેને 6 મહિના સસ્પેન્શન
અમદાવાદ બી.જે. મેડિકલ કોલેજમાં રેગિંગના મામલે તંત્રે

અમદાવાદ બી.જે. મેડિકલ કોલેજમાં રેગિંગના મામલે તંત્રે કડક કાર્યવાહી કરી છે. ઓર્થોપેડિક વિભાગના ત્રણ રેસિડેન્ટ વિદ્યાર્થીઓ સામે સસ્પેન્શનની સજા ફટકારવામાં આવી છે. જેમાં એકને 1 વર્ષ અને બેને છ-છ મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. 1 જૂને અનામી ઈ-મેઈલથી ફરિયાદ મળતા એન્ટી-રેગિંગ કમિટીએ તપાસ કરી હતી. તપાસમાં મેન્ટલ તેમજ ફિઝિકલ હેરાસમેન્ટના પુરાવા મળતા કાર્યવાહી કરાઈ. કોલેજે 24 કલાકમાં NMCને રિપોર્ટ મોકલ્યો હતો. રાજ્ય સરકારે પણ સસ્પેન્શનને મંજૂરી આપી છે. વર્ષ 2022 બાદ ઓર્થોપેડિક વિભાગમાં આવી ઘટના ફરી સામે આવી છે. ડીન મીનાક્ષી પરીખે સંસ્થાની છબીને નુકસાનની ચિંતા વ્યક્ત કરી છે. ભવિષ્યમાં આવી ઘટના અટકાવવા માસિક મોનિટરિંગ ફરજિયાત કરવામાં આવ્યું છે.




