મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Jamnagar news: બાલાચડી સૈનિક સ્કૂલમાં કથિત રેગિંગનો વિડીયો વાયરલ, શાળા PRO એ સ્વબચાવમાં આપ્યું આ નિવેદન

જામનગરની બાલાચડી સૈનિક સ્કૂલમાં કથિત રેગિંગનો વિડીયો વાયરલ થતા શાળા વિવાદમા

Jamnagar news: બાલાચડી સૈનિક સ્કૂલમાં કથિત રેગિંગનો વિડીયો વાયરલ, શાળા PRO એ સ્વબચાવમાં આપ્યું આ નિવેદન

જામનગરની બાલાચડી સૈનિક સ્કૂલમાં કથિત રેગિંગનો વિડીયો વાયરલ થતા શાળા વિવાદમાં આવી છે. સિનિયર વિધાર્થીઓ દ્વારા જુનિયર વિધાર્થીઓને માર મારવામાં આવતો હોવાનો કથિત વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. 

વાલીઓએ પણ બે દિવસ અગાઉ કરી હતી રજૂઆત 

પ્રાપ્ત માહિતી મુજબ શિસ્ત માટે જાણીતી જામનગરની બાલાચડી સૈનિક સ્કૂલ વિવાદમાં આવી છે. સ્કુલમા કથિત રેગિંગનો વિડીયો વાયરલ થતાં સમગ્ર જામનગર શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. સિનિયર વિધાર્થીઓ દ્વારા જુનિયર વિધાર્થીઓને માર મારવામાં આવતો હોવાનો કથિત વિડીયો વાયરલ થઈ રહ્યો છે. બે દિવસ પહેલા વાલીઓ દ્વારા જામનગર જિલ્લા કલેક્ટરને શાળામાં થઈ રહેલી હાલાકી અંગે વિસ્તૃત લેખિત રજૂઆત કરવામાં આવી હતી. આ અંગે શાળાના PRO વિનોદ હમીરકરે જણાવ્યું હતું કે આ વીડિયો વિધાર્થીઓએ મસ્તીમાં બનાવ્યો છે, કોઈ પણ વિધાર્થીનું શાળામાં રેગિંગ થયું નથી. આ વીડિયો માત્ર મસ્તી માટે વિધાર્થીઓએ બનાવ્યો હોવાનું તેમણે જણાવ્યું છે. 

આ સમાચાર શેર કરો