મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરત પર્વત ગામમાં શાળાઓ બહાર પાણી ભરાવાથી વિદ્યાર્થીઓની મુશ્કેલી

સુરતના પર્વત ગામ નજીક સરસ્વતી સ્કૂલ તેમજ મોર્ડન એક્સપેરિમેન્ટલ સ્કૂલની બ

સુરતના પર્વત ગામ નજીક સરસ્વતી સ્કૂલ તેમજ મોર્ડન એક્સપેરિમેન્ટલ સ્કૂલની બહાર વરસાદી પાણી ભરાઈ જવાની ગંભીર સમસ્યા સર્જાઈ છે. શાળાના મુખ્ય દરવાજા અને આસપાસના રસ્તાઓ પર ઘૂંટણસમા ગંદું પાણી ભરાતા નાના ભૂલકાઓ સહિત સેંકડો વિદ્યાર્થીઓને મુશ્કેલી વચ્ચે શાળાએ જવું પડી રહ્યું છે. પાણી ભરાવાને કારણે વિદ્યાર્થીઓને અવરજવરમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સ્થિતિને લઈને વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તંત્રની પ્રિ-મોન્સૂન કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે. વારંવાર રજૂઆત છતાં કોઈ પગલાં ન લેવાતા આક્ષેપો થઈ રહ્યા છે. ગંદા પાણીના કારણે રોગચાળો ફેલાવવાનો ભય પણ વ્યક્ત થઈ રહ્યો છે અને તાત્કાલિક પાણી નિકાલની માંગ ઉઠી છે.

આ સમાચાર શેર કરો