મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video/ કડીના ઇન્દ્રાડ ગામમાં કેમિકલ ફેક્ટરીઓને કારણે પ્રદૂષણ, સ્થાનિકોને શ્વાસ લેવામાં પણ મુશ્કેલી 

મહેસાણા જિલ્લાના કડી તાલુકાના ઇન્દ્રાડ ગામના ગ્રામજનો હાલ

તસવીર: gstv

મહેસાણા જિલ્લાના કડી તાલુકાના ઇન્દ્રાડ ગામના ગ્રામજનો હાલ કેમિકલ કંપનીઓ દ્વારા ફેલાવવામાં આવતા ગંભીર પ્રદૂષણને કારણે નરકાગાર જેવી સ્થિતિમાં જીવવા મજબૂર બન્યા છે. ગામની આસપાસ આવેલી કેમિકલ ફેક્ટરીઓ દ્વારા ઝેરી ગેસ અને પ્રદૂષિત પાણી છોડવામાં આવતું હોવાની રજૂઆતો બાદ હવે સ્થાનિક તંત્ર હરકતમાં આવ્યું છે.

શ્વાસ લેવામાં તકલીફ અને પાણી બન્યું ઝેરી

ઇન્દ્રાડ ગામની આસપાસ મોટી સંખ્યામાં કેમિકલ કંપનીઓ આવેલી છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે,  ફેક્ટરીઓમાંથી નીકળતા ઝેરી ધુમાડા અને કેમિકલની ગંધને કારણે લોકોને શ્વાસ લેવામાં ભારે તકલીફ પડી રહી છે.  કેમિકલયુક્ત પ્રદૂષિત પાણી જમીનમાં ઉતારવાને કારણે ગામના બોરના પાણી પણ હવે પ્રદૂષિત થઈ ગયા છે. ખેતી અને પીવા લાયક પાણીની ગુણવત્તા બગડતા લોકોના સ્વાસ્થ્ય પર મોટું જોખમ ઊભું થયું છે.

તલાટીએ લખ્યા પત્રો

આ મામલે ઇન્દ્રાડ ગામના તલાટીએ ગંભીરતા દાખવીને જવાબદાર વિભાગોને પત્ર લખ્યા છે. તલાટી દ્વારા કડી તાલુકા વિકાસ અધિકારી (TDO) અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB) ને લેખિત જાણ કરવામાં આવી છે કે આ કંપનીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે.

કડી તાલુકા પંચાયતના TDO મૌલિક દેસાઈએ આ અંગે જણાવ્યું હતું કે, ગ્રામજનોની ફરિયાદના આધારે યોગ્ય તપાસ કરવામાં આવશે અને પ્રદૂષણ ફેલાવતી કંપનીઓ વિરુદ્ધ કાયદેસરના પગલાં લેવાશે.

આ સમાચાર શેર કરો