મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video/ 'પક્ષના સભ્યો જ રોડા નાખે છે', પાટણ નપા પ્રમુખે પોતાના જ સભ્યો સામે CMને કરી ફરિયાદ 

Video/ Patan NAPA president complains to CM against his own members | ભાજપ શાસિત પાટણ નગરપાલિકાના ઇતિહાસમાં પ્રથમ વખત એક ચોંકાવનારો રાજકીય ઘટનાક્રમ સામે આવ્ય

ભાજપ શાસિત પાટણ નગરપાલિકાના ઇતિહાસમાં પ્રથમ વખત એક ચોંકાવનારો રાજકીય ઘટનાક્રમ સામે આવ્યો છે. પાલિકાના મહિલા પ્રમુખ હિરલબેન પરમારે પોતાના જ શાસક પક્ષના છ સુધરાઈ સભ્યોની ગતિવિધિઓથી નિરાશ થઈને આખરે મુખ્યમંત્રી પાસે મદદ માટે ગુહાર લગાવી છે. પ્રમુખે મુખ્યમંત્રીને સીધો પત્ર લખીને ફરિયાદ કરતા પાટણ ભાજપના આંતરિક રાજકારણના ધજાગરા થયા છે.

નગરપાલિકાના મહિલા પ્રમુખ અને છ સદસ્યો વચ્ચેનો વિવાદ હવે વધુ વકર્યો છે. પ્રમુખ હિરલબેન પરમારે પત્રમાં સ્પષ્ટ આક્ષેપ કર્યો છે કે પાટણના વિકાસના કામોમાં કેટલાક સદસ્યો રોડા નાખી રહ્યા છે.

શું છે સમગ્ર વિવાદ?

માહિતી મુજબ, ગત મહિને મળેલી સામાન્ય સભામાં 25 જેટલાં મહત્ત્વના કામો મંજૂર કરવાના હતા. પરંતુ, આ વિકાસના કામોને મંજૂરી આપવાને બદલે, શાસક પક્ષના (ભાજપના) છ સભ્યોએ કોંગ્રેસ પક્ષનો ટેકો લઈને આ કામોને મુલતવી રખાવ્યા હતા. શાસક પક્ષના જ સભ્યોએ વિપક્ષ સાથે મળીને વિકાસના કામો અટકાવતા આંતરિક વિખવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. આ જ કારણોસર નિરાશ થઈને પ્રમુખે અંતે રાજ્યના મુખ્યમંત્રીને હસ્તક્ષેપ કરવા અને પાટણના વિકાસના કામોને આગળ વધારવા માટે અપીલ કરી છે.

પ્રમુખ દ્વારા ખુદ પક્ષના સભ્યો સામે કરાયેલી આ ફરિયાદથી પાટણ ભાજપમાં ખળભળાટ મચી ગયો છે અને હવે જોવાનું એ રહે છે કે મુખ્યમંત્રી આ આંતરિક વિખવાદમાં કેવો હસ્તક્ષેપ કરે છે.

આ સમાચાર શેર કરો