મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: Surendranagar માં ઠેરઠેર પાણી ભરાવાના કારણે મચ્છરજન્ય રોગચાળાનો પ્રકોપ, નગરપાલિકાની ઘોર બેદરકારી

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી શહેરમાં મચ્છરજન્ય રોગચાળો ફાટી નીકળ્યો છે. ઠેરઠેર પાણી ભરાવાના કા

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી શહેરમાં મચ્છરજન્ય રોગચાળો ફાટી નીકળ્યો છે. ઠેરઠેર પાણી ભરાવાના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે, જેના પગલે મચ્છરજન્ય રોગચાળાએ માથું ઊંચક્યું છે.

પાલિકાની બેદરકારી પર સવાલો

રોગચાળો વકરવા પાછળનું મુખ્ય કારણ પાટડી નગરપાલિકાની બેદરકારી હોવાનું સ્થાનિકો માની રહ્યા છે. શહેરના કલાડા દરવાજા સહિતના અનેક વિસ્તારોમાં ડ્રેનેજના ગંદા પાણી ભરાયેલા જોવા મળે છે. લાંબા સમયથી પાણીનો યોગ્ય નિકાલ ન થવાના કારણે આ સ્થળો મચ્છરોના ઉછેર માટેનું કેન્દ્ર બન્યા છે. રોગચાળાને કારણે મુખ્યત્વે મેલેરિયા તેમજ ફીવરના કેસોમાં સૌથી વધુ વધારો જોવા મળી રહ્યો છે.

તાત્કાલિક નિકાલની માંગ

સ્થાનિક લોકોની સ્પષ્ટ માંગ છે કે નગરપાલિકા દ્વારા ત્વરિત પગલાં લેવામાં આવે. તેમણે શહેરને રોગમુક્ત કરવા માટે ડ્રેનેજની યોગ્ય સુવિધા ઊભી કરીને ભરાયેલા ગંદા પાણીના તાત્કાલિક નિકાલની વ્યવસ્થા કરવાની માંગ કરી છે. જો નગરપાલિકા દ્વારા સત્વરે આ સમસ્યાનું સમાધાન કરવામાં નહીં આવે, તો રોગચાળો વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તેવી ભીતિ સેવાઈ રહી છે.

આ સમાચાર શેર કરો