શાળામાં વિદ્યાર્થી દ્વારા ગાડી ધોતો વીડિયો વાઈરલ, અધિકારીઓ સામે આચાર્યનો લૂલો બચાવ
થોડા દિવસ પહેલા મોડાસા ગ્રામ્ય પંથકમાં એક વિદ્યાર્થી દ્વારા શાળામાં ગ

થોડા દિવસ પહેલા મોડાસા ગ્રામ્ય પંથકમાં એક વિદ્યાર્થી દ્વારા શાળામાં ગાડી ધોતો એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો. જે વબાદ રોષે ભરાયેલ લોકો દ્વારા ફરિયાદ કરવામાં આવતા.આચાર્યએ કર્યો શાળાનો લૂલો બચાવ.
વાઈરલ વીડિયો મોડાસા નજીક બાજકોટ પ્રાથમિક શાળાનો હોવાનું સામે આવ્યું છે. આ ઘટના ધ્યાનમાં આવતા જ અરવલ્લી બાલ સુરક્ષા વિભાગના અધિકારીઓની રીમ શાળાએ પહોંચી હતી. જ્યાં શાળાના શિક્ષકો અને બાળકોના નિવેદન નોંધ્યા હતા.
જ્યાં શાળાના આચાર્યએ શાળાનો લૂલો બચાવ કરતાં કહ્યું, “શાળામાં રચાયેલી વિવિધ સમિતિઓ દ્વારા વિદ્યાર્થીઓ કાર્ય કરતાં હોય છે. તેવામાં બગીચામાં પાણીના છંટકાવ દરમિયાન અજાણતામાં બાળકોએ ગાડી ધોઈ નાખી હતી”






