મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Rajkot માં દારૂની રેલમછેલનો વધુ એક પુરાવો, સરાજાહેર દારૂ પી ધમાલ મચાવતા યુવકનો Video વાયરલ

રાજકોટમાં જાહેરમાં દારૂનું સેવન અને લુખ્ખા તત્ત્વોનો ત્રાસ યથાવત હોવાનો વધુ એક

રાજકોટમાં જાહેરમાં દારૂનું સેવન અને લુખ્ખા તત્ત્વોનો ત્રાસ યથાવત હોવાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. શહેરના થોરાળા વિસ્તારમાં એક શખ્સ સરાજાહેર દારૂ પીવા બેઠો હતો, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

આ શખ્સ જાહેરમાં દારૂ પીતો હોવાની જાણ થતાં વિસ્તારની મહિલાઓએ તેને ત્યાંથી ખસેડવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, દારૂડિયા શખ્સે મહિલાઓને ગાળો ભાંડી હતી, જેના કારણે માહોલ ગરમાયો હતો.

આ ઘટનાએ થોરાળા વિસ્તારમાં લુખ્ખા તત્ત્વો અને દારૂડિયાઓનો ત્રાસ કેટલો છે, તે સ્પષ્ટ કર્યું છે.  સ્થાનિકો અને જાગૃત નાગરિકો દ્વારા સવાલો ઉઠી રહ્યા છે કે આ વિસ્તારમાં દારૂના ધંધા કોની મીઠી નજર હેઠળ ચાલી રહ્યા છે, અને પોલીસ આવા બેફામ તત્ત્વો સામે ક્યારે કડક કાર્યવાહી કરશે.

આ સમાચાર શેર કરો