મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: Rajkotમાં ચાલુ કારે ફટાકડા ફોડી રસ્તા પર ફેંકનારા ત્રણ શખ્સો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ

રાજકોટમાં ચાલુ કારમાંથી ફટાકડા સળગાવીને રસ્તા પર ફેંકવાના ગેરકાયદેસર અન

રાજકોટમાં ચાલુ કારમાંથી ફટાકડા સળગાવીને રસ્તા પર ફેંકવાના ગેરકાયદેસર અને જોખમી કૃત્ય બદલ માલવિયાનગર પોલીસે ત્રણ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની વિગત એવી છે કે, કેટલાક યુવાનોએ ચાલુ કારમાં ફટાકડા સળગાવ્યા હતા અને બાદમાં તેને જાહેરમાં રસ્તા પર ફેંક્યા હતા. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેને પગલે લોકોની સલામતી પર જોખમ ઊભું થયું હતું અને પોલીસનું ધ્યાન દોરાયું હતું.

વાયરલ થયેલા વીડિયોના આધારે માલવિયાનગર પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને રોનક જાદવ, વત્સલ સોલંકી, અને ધર્મેશ ગોંડલિયા નામના ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધી છે. પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે. જાહેરમાં કે ચાલુ વાહનમાં આ પ્રકારના જોખમી કૃત્યો કરવા એ કાયદાનું ઉલ્લંઘન ગણાય છે. 

આ સમાચાર શેર કરો