મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video/ નીતિન પટેલનો વિસ્ફોટક અંદાજ: મોહમ્મદ ગઝનીની સરખામણી 'કૂતરા' સાથે કરી

મહેસાણાના કડીમાં આયોજિત 'બોંતેર ચુંવાળ કડવા પાટીદાર પ્રગતિ મંડળ'ના સ્નેહ મિલન સ

તસવીર: gstv

મહેસાણાના કડીમાં આયોજિત 'બોંતેર ચુંવાળ કડવા પાટીદાર પ્રગતિ મંડળ'ના સ્નેહ મિલન સમારોહમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે એક અત્યંત આક્રમક નિવેદન આપ્યું છે. સોમનાથ મંદિરના ઈતિહાસ અને આક્રમણખોરો વિશે વાત કરતા તેમણે મોહમ્મદ ગઝનીની સરખામણી 'કૂતરા' સાથે કરતા રાજકીય ગલિયારાઓમાં વિવાદના એંધાણ વર્તાઈ રહ્યા છે.

શું કહ્યું નીતિન પટેલે?

નીતિન પટેલે હિન્દુ ધર્મ પર થયેલા આક્રમણોનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, "કૂતરો ગમે ત્યાં જાય તો પેશાબ કરે, તેમ ગઝનીનું લક્ષણ માત્ર લૂંટ કરવાનું અને મંદિરો તોડવાનું હતું." તેમણે ઉમેર્યું કે ઔરંગઝેબ અને ગઝની જેવા અનેક આક્રમણખોરો આવ્યા, પરંતુ તેઓ હિન્દુ ધર્મને કાયમી નુકસાન પહોંચાડી શક્યા નથી.

સોમનાથના ઈતિહાસ અને સરદાર પટેલનો ઉલ્લેખ

સોમનાથ મંદિરના પુનર્નિર્માણની ગાથા યાદ કરતા તેમણે કહ્યું કે, "લોહપુરુષ સરદાર પટેલે દરિયાનું પાણી હાથમાં લઈ સોમનાથને ફરી ભવ્ય બનાવવાની પ્રતિજ્ઞા લીધી હતી. જો આપણે આપણા ભૂતકાળને ભૂલી જઈશું, તો આવનારો સમય અને ભાવિ પેઢી આપણને ક્યારેય માફ નહીં કરે."

મોદી-શાહ અને ટ્રસ્ટીઓ વિશે વાત

તેમણે ગર્વ સાથે જણાવ્યું કે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય મંત્રી અમિત શાહ સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે સેવા આપી રહ્યા છે. આ ઉપરાંત તેમણે મફતલાલ ગ્રુપના વારસદાર પણ ટ્રસ્ટમાં સેવા આપી રહ્યા હોવાનો ઉલ્લેખ કર્યો હતો.

સૂચક નિવેદન પાછળનો સંદેશ

નીતિન પટેલનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ધર્મ અને ઈતિહાસના મુદ્દે દેશમાં સતત ચર્ચાઓ ચાલતી રહે છે. કડીમાં પાટીદાર સમાજના સંમેલનમાં તેમણે આપેલો આ 'હુમલો' આગામી સમયમાં કેવું સ્વરૂપ લેશે તે જોવું રહ્યું.

આ સમાચાર શેર કરો