મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: મોરબીમાં પાડોશી યુવાને શખ્સ પર પથ્થરથી કર્યો હુમલો, શખ્સ ગંભીર રીતે ઈજાગ્રસ્ત

મોરબીના શોભેશ્વર રોડ પર આવેલી યોગી નગર સોસાયટીમાં પડોશી ધર્મ લજવાયો હોય તેવી હિ

તસવીર: GSTV

મોરબીના શોભેશ્વર રોડ પર આવેલી યોગી નગર સોસાયટીમાં પડોશી ધર્મ લજવાયો હોય તેવી હિંસક ઘટના સામે આવી છે. અહીં રહેતા ભાવેશભાઈ રતિલાલ અગેચાણીયા પર તેમના જ પડોશમાં રહેતા એક શખ્સે અચાનક ધારદાર પથ્થર વડે હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી.

લોહીલુહાણ હુમલાની સમગ્ર ઘટના કેદ

આ લોહીલુહાણ હુમલાની સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેના ફૂટેજ હવે સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે, સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે જોકે આ હુમલો શેમના માટે કરવામાં આવ્યો તેની તપાસ કરવામાં આવી રહી છે.

આ સમાચાર શેર કરો