મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video/ મોબાઈલ તો પરત મળ્યા પણ ચોર કોણ? નડિયાદ ટાઉન PI એ માહિતી આપવાનો કર્યો ઈનકાર

નડિયાદ (ખેડા): ગુજરાત પોલીસના પ્રજાલક્ષી અભિગમ “તેરા તુજકો

નડિયાદ (ખેડા): ગુજરાત પોલીસના પ્રજાલક્ષી અભિગમ “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ હેઠળ આજે નડિયાદ ટાઉન પોલીસ દ્વારા એક પ્રશંસનીય કામગીરી કરવામાં આવી હતી. જોકે, આ સફળતાની સાથે પોલીસની કાર્યશૈલી સામે કેટલાક ગંભીર સવાલો પણ ઉભા થયા છે.

સવા પાંચ લાખના મોબાઈલ માલિકોને સોંપાયા

નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા છેલ્લા એક વર્ષ દરમિયાન વિવિધ ફરિયાદોના આધારે રિકવર કરવામાં આવેલા કુલ 31 ચોરાયેલા મોબાઈલ ફોન આજે તેના મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા હતા. આ તમામ મોબાઈલની અંદાજિત કિંમત રૂ. 5,30,284/- જેટલી થાય છે. પોલીસ ઇન્સ્પેક્ટર (PI) દેસાઈના હસ્તે આ ફોન અર્પણ કરવામાં આવતા, લાંબા સમયથી પોતાના કિંમતી મોબાઈલ ગુમાવી બેઠેલા નાગરિકોએ રાહત અને સંતોષની લાગણી વ્યક્ત કરી હતી.

પોલીસની કામગીરી સામે સવાલો: ચોર કોણ?

એક તરફ જ્યારે પોલીસ માલિકોને મોબાઈલ પરત કરી રહી હતી, ત્યારે બીજી તરફ કેટલીક રહસ્યમય બાબતો સામે આવી હતી. જ્યારે મીડિયા દ્વારા ટાઉન PI દેસાઈને પૂછવામાં આવ્યું કે, "આ મોબાઈલ ફોન કોણે ચોર્યા હતા? અને તે ક્યાંથી રિકવર કરવામાં આવ્યા?" ત્યારે તેમણે આ બાબતે કોઈ પણ જાણકારી આપવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો હતો. એટલું જ નહીં, તેમણે આ મામલે સત્તાવાર ઇન્ટરવ્યુ આપવાની પણ ના પાડી દીધી હતી.

ચોરોને છાવરવાનો પ્રયાસ?

પોલીસના આ પ્રકારના વર્તનને કારણે સ્થાનિકો અને મીડિયામાં અનેક તર્ક-વિતર્ક વહેતા થયા છે. લોકોમાં ચર્ચા છે કે જો પોલીસે મોબાઈલ રિકવર કર્યા છે, તો ગુનેગારોના નામ જાહેર કરવામાં પોલીસને કેમ સંકોચ થઈ રહ્યો છે? શું ટાઉન PI ચોરોનો બચાવ કરી રહ્યા છે કે પછી આ પાછળ અન્ય કોઈ કારણ છે?

આ સમાચાર શેર કરો