મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video/ અમદાવાદના અસારવામાં આધેડનો આત્મવિલોપનનો પ્રયાસ, ગંભીર હાલતમાં સિવિલ ખસેડાયા

અમદાવાદ શહેરના અસારવા વિસ્તારમાં આજે જાહેરમાં આત્મવિલોપનના પ્રયાસની એક ચોંકાવનારી ઘટના સામે આવ

અમદાવાદ શહેરના અસારવા વિસ્તારમાં આજે જાહેરમાં આત્મવિલોપનના પ્રયાસની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક આધેડે માનસિક વ્યથા અથવા બીમારીના કારણે પોતાના શરીર પર જ્વલનશીલ પ્રવાહી છાંટી આગ લગાવી દીધી હતી. સ્થાનિકોની સમયસૂચકતાને કારણે આધેડનો જીવ બચી ગયો છે, પરંતુ તેમની હાલત ગંભીર જણાવાઈ રહી છે.

અસારવા ચકલા પાસે બની ઘટના

આ ઘટના અસારવા ચકલા જેવા ભરચક વિસ્તારમાં બની હતી. અચાનક એક આધેડે પોતાના શરીર પર જ્વલનશીલ પ્રવાહી રેડીને અગ્નિસ્નાન કરવાનો પ્રયાસ કર્યો હતો. આધેડને સળગતા જોઈ આસપાસના લોકો તરત જ દોડી આવ્યા હતા અને તેમના પર પાણી નાખી આગ ઓલાવી હતી.

કેન્સરની બીમારી હોવાનું આવ્યું સામે

ઘટના બાદ આધેડને તાત્કાલિક ગંભીર હાલતમાં અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ વ્યક્તિ લાંબા સમયથી કેન્સર જેવી જીવલેણ બીમારીથી પીડિત હતો. માનવામાં આવે છે કે બીમારી અને તેની પીડાથી કંટાળીને આધેડે આ અંતિમ પગલું ભર્યું હોઈ શકે છે.

પોલીસ તપાસ તેજ

શાહીબાગ પોલીસ દ્વારા આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસે ઘટના સ્થળની મુલાકાત લીધી હતી અને આધેડના પરિવારજનોની પૂછપરછ કરવાની તજવીજ હાથ ધરી છે. જાહેરમાં બનેલી આ ઘટનાને પગલે વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

આ સમાચાર શેર કરો