મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video/ ચોરવાડમાં ગેરકાયદે ખાણો પર મામલતદારના દરોડા, લાખોનો મુદ્દામાલ જપ્ત

જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના તાલુકામાં ખનીજચોરો સામે તંત્રએ લાલ આંખ કરી છે. ચો

તસવીર: gstv

જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના તાલુકામાં ખનીજચોરો સામે તંત્રએ લાલ આંખ કરી છે. ચોરવાડ અને કુકસવાડા પંથકમાં લાંબા સમયથી ચાલી રહેલી પથ્થરની ગેરકાયદે ખાણો પર મામલતદારે ઓચિંતી રેડ પાડી સપાટો બોલાવ્યો છે. આ કાર્યવાહીથી સમગ્ર પંથકના ભૂ-માફિયાઓમાં ભારે ફફડાટ ફેલાયો છે.

ગેરકાયદે વીજ કનેક્શનનો પર્દાફાશ

તપાસ દરમિયાન સૌથી ચોંકાવનારી વિગત એ સામે આવી છે કે, આ ખાણોમાં પથ્થર કાપવા માટે ગેરકાયદેસર રીતે વીજ કનેક્શન મેળવવામાં આવ્યા હતા. સરકારી તિજોરીને નુકસાન પહોંચાડીને ચાલતા આ કૌભાંડનો પર્દાફાશ થતા પ્રશાસન પણ ચોંકી ઉઠ્યું છે.

મોટો મુદ્દામાલ કબજે

મામલતદારની ટીમે સ્થળ પરથી લાખોની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં 06 પથ્થર કાપવાની ચકરડીઓ, 03 ટ્રેક્ટર, 01 લોડર મશીનનો સમાવેશ થાય છે. 

કડક કાર્યવાહીના સંકેત

તંત્ર દ્વારા તમામ મશીનરી કબજે કરી ખાણ સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, આગામી દિવસોમાં આ તપાસ વધુ તેજ બનાવવામાં આવશે અને ખનીજચોરીમાં સંડોવાયેલા અન્ય શખ્સોના નામો પણ ખુલવાની પૂરેપૂરી શક્યતા છે.

આ સમાચાર શેર કરો