મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO/ માલપુર: માત્ર ચાર સભ્યોની હાજરીમાં ગ્રામસભાનો ફિયાસ્કો, ગ્રામજનોએ નોંધાવ્યો વિરોધ

માલપુર તાલુકામાં વિશ્વ પર્યાવરણ દિવસે યોજાયેલી ગ્રામસભા વિવાદનું કેન્દ્ર બની છે. ગ્રામસભામાં

માલપુર તાલુકામાં વિશ્વ પર્યાવરણ દિવસે યોજાયેલી ગ્રામસભા વિવાદનું કેન્દ્ર બની છે. ગ્રામસભામાં સરપંચ, ઉપસરપંચ તેમજ રેન્જ ફોરેસ્ટ અધિકારીની ગેરહાજરીને લઈને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. માત્ર ચાર સભ્યોની હાજરીને કારણે લોકશાહી પ્રક્રિયા પર સવાલો ઉઠ્યા છે. ગ્રામજનોએ ગ્રામસભાને રદ કરી નવી તારીખે ફરી યોજવાની માંગ કરી હતી. હાજર રહેલા ગ્રામજનોએ તંત્રની બેદરકારી સામે વિરોધ નોંધાવ્યો હતો. સમગ્ર ઘટનાને લઈ ગામમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે. હવે તંત્ર શું પગલાં લે છે અને ગ્રામસભા ફરી ક્યારે યોજાય છે તેના પર સૌની નજર ટકેલી છે.

આ સમાચાર શેર કરો