મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: Aravalli પંથકમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ, અનેક ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો

અરવલ્લી જિલ્લામાં મોડી રાત્રે ભારે પવન અને વાવાઝોડા સાથે તોફાની વર

અરવલ્લી જિલ્લામાં મોડી રાત્રે ભારે પવન અને વાવાઝોડા સાથે તોફાની વરસાદ તૂટી પડતાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ, જિલ્લાના અનેક વિસ્તારોમાં મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી છે. માલપુર, મોડાસા, બાયડ અને મેઘરજ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ નોંધાયો હતો, જ્યારે ધનસુરા, શામળાજી, સાઠંબા અને ભિલોડા પંથકમાં પણ ભારે વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ભારે પવનના કારણે અનેક ગામોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. બીજી તરફ, માલપુરના મુખ્ય રાજમાર્ગો પર નદીઓની જેમ પાણી વહેતા થયા હતા. જોકે, આ વરસાદથી અસહ્ય ગરમીમાંથી રાહત મળતાં લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

આ સમાચાર શેર કરો