મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: Aravalliમાં ભારે વાવાઝોડા સાથે કરા પડ્યા, વૃક્ષો ધરાશાયી થતાં જનજીવન ખોરવાયું

અરવલ્લી જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વાવાઝોડું અને વરસાદી માહોલ સર્જાતા જનજીવન પ્રભ

અરવલ્લી જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વાવાઝોડું અને વરસાદી માહોલ સર્જાતા જનજીવન પ્રભાવિત થયું છે. શામળાજીના ખેરાડી પાસેના મણિનગર કંપામાં કરા સાથે વરસાદ વરસ્યો હતો, જ્યારે મોડાસામાં ભારે પવનના કારણે લારીઓ ઊંધી પડી ગઈ હતી. માલપુર તાલુકાના સજ્જનપુરા કંપા સહિત અનેક ગ્રામ્ય વિસ્તારોમાં વાવાઝોડાના કારણે વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. બીજી તરફ ધનસુરા-મોડાસા હાઈવે પર આરામગૃહ તળાવ નજીક વિશાળ વૃક્ષ ધરાશાયી થતાં માર્ગ અવરોધિત થયો અને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. ઘટનાની જાણ થતાં ધનસુરા પોલીસ તાત્કાલિક સ્થળે પહોંચી વૃક્ષ હટાવી માર્ગ પૂર્વવત કરવા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી હતી.

આ સમાચાર શેર કરો