VIDEO: Aravalliમાં અચાનક વાતાવરણ પલટાયું: મેઘરજ, માલપુર અને શામળાજી પંથકમાં વરસાદ વરસતા ખેડૂતોમાં ચિંતા
અરવલ્લી જિલ્લામાં આજે અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. મેઘરજના ગ્રામ્ય વિસ્તારોમા
અરવલ્લી જિલ્લામાં આજે અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. મેઘરજના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસતા ખેડૂતોમાં ચિંતા સાથે રાહતની લાગણી જોવા મળી છે. મોડાસાના નાદિસણ પંથકમાં પણ છૂટાછવાયા ઝાપટાં પડ્યા છે. શામળાજીના સુનોખ અને વાશેરાકંપા વિસ્તારમાં કમોસમી વરસાદ નોંધાયો છે. માલપુર તાલુકામાં પણ વાતાવરણ બદલાતા ઠંડક પ્રસરી ગઈ છે. વહેલી સવારે જ પવન સાથે ઘેરા વાદળો છવાયા હતા. ઇસરી જીતપુર પંથકમાં ગાજવીજ અને તેજ પવન સાથે વરસાદ વરસ્યો હતો. આ માવઠાને કારણે તાપમાનમાં ઘટાડો થયો છે અને સમગ્ર વિસ્તારમાં ઠંડકનો માહોલ છવાઈ ગયો છે.

