મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: ઈડર પાલિકામાં ભ્રષ્ટાચારના આરોપ, ખાડારાજ અને ગટરની સમસ્યાથી ત્રસ્ત સ્થાનિકોનો ભાજપના ઝંડા સાથે ઉગ્ર વિરોધ

સાબરકાંઠા જિલ્લાના ઈડરની વહીવટદાર શાસિત પાલિકામાં વિકાસ કાર્યોમ

સાબરકાંઠા જિલ્લાના ઈડરની વહીવટદાર શાસિત પાલિકામાં વિકાસ કાર્યોમાં ભ્રષ્ટાચારના આરોપો લાગ્યા છે. ચોમાસા દરમિયાન ખરાબ રસ્તાઓ અને ગટરોની સમસ્યાથી ત્રસ્ત સ્થાનિકોએ પાલિકામાં અનેકવાર રજુઆતો કરી છે. પરંતુ પરિણામ નહિ મળતા કચેરી સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો. યુવાનોએ ભાજપનો ઝંડો લગાવીને ખાડારાજમાંથી મુક્તીની માંગ કરી છે. 

ઇડર પાલિકામાં છેલ્લા અઢી વર્ષથી વહીવટદારનું શાસન છે. પરંતુ વિકાસના કાર્યોમાં મોટો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાના સ્થાનિકોએ આક્ષેપ કર્યા છે. ઠેર ઠેર રોડ પર ખાડા પડી ગયાનું અને ગતરો ઉભરાતી હોવાની અનેકવાર રજુઆતો કરવામાં આવી છે. પરંતુ વહીવટીતંત્ર દ્વારા આંખઆડા કાન કરવામાં આવી રહ્યાં હોવાનું સ્થાનિકો જણાવી રહ્યાં છે. 

અધિકારીઓ સહિત કર્મચારીઓ સામે ભ્રષ્ટાચારને લઈ તપાસની સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી છે. સ્થાનિકોએ વિરોધ સાથેના Video સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા છે. 

આ સમાચાર શેર કરો