Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત : Idar news: Young worker dies after getting electrocuted while cutting a tree in Badoli, family mourns

Idar news: બડોલીમાં વૃક્ષ કાપતા કરન્ટ લાગતા કામદાર યુવકનું મોત, પરિવારમાં શોક

Timeછેલ્લું અપડેટ : 25 Jul 2025
લાઇવ ટીવીGoogle News
Idar news: બડોલીમાં વૃક્ષ કાપતા કરન્ટ લાગતા કામદાર યુવકનું મોત, પરિવારમાં શોક
સોર્સ : GSTV

Idar news: સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકામાં આવેલા નાનકડા બડોલી ગામમાં ફર્નિચરની દુકાનમાં કામ કરતા શ્રમજીવી યુવકને વૃક્ષ કાપતા કરન્ટ લાગતા ઘટનાસ્થળે તેનું મોત થયું હતું. ચોમાસાની સિઝનમાં વૃક્ષ વીજલાઈન પર પડવાને લીધે યુવકને આખા શરીરે કરન્ટ વ્યાપી ગયો અને યુવકનું કમકમાટીભર્યું મોત થયું હતું. જેથી યુવકના મોતને પગલે તેના પરિવારમાં આક્રંદ છવાયો હતો.

App Store

મળતી માહિતી અનુસાર, ઈડર તાલુકાના બડોલી ગામમાં ફર્નિચરની દુકાનમાં કામ કરતા કામદાર યુવક આજે સવારના સુમારે વૃક્ષ કાપી રહ્યો હતો. આ દરમ્યાન વૃક્ષ કપાઈને સીધું વીજલાઈન પર પડયું હતું. જેના લીધે વીજ વાયરમાંથી સીધો કરન્ટ યુવકના શરીરમાં પ્રસરી ગયો હતો. કોઈ કાંઈ સમયે તે પહેલા યુવકનું પ્રાણપંખેરું ઉડી ગયું હતું. ચોમાસાની ઋતુનાં વૃક્ષ લીલુંછમ હતું અને વીજલાઈન પર જઈ ફસકી ગયું જેથી વાયર યુવકને અડી જતા તેનું મોત નિપજયું હતું. યુજીવીસીએલ વિભાગે પ્રી-મૉનસૂન કામગીરી ન કરતા યુવાને જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. તંત્ર તેમજ UGVCL પાસે કોઈપણ પ્રકારની મંજૂરી વિના કરાઈ રહ્યું હતું વૃક્ષ કટિંગ. જો કે આ કિસ્સામાં દુકાનના માલિક દ્વારા ઘટનાને દબાવવાનો પ્રયાસ થતો હોવાનો પણ આરોપ મૂકવામાં આવી રહ્યો છે. યુવકના મોતની જાણને લઈ ઘટનાસ્થળે લોકોનાં ટોળાં એકઠા થયા હતા. ત્યારબાદ ઈડર પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. પોલીસે યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.