મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: અંબાજીમાં ભાદરવી મહામેળાનો અંતિમ દિવસ, 36 લાખથી વધુ ભક્તોએ લીધો લાભ

બનાસકાંઠાના યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમ મહામેળાનો 7 સપ્ટેમ્બરે અંતિમ દિવસ છે

બનાસકાંઠાના યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમ મહામેળાનો 7 સપ્ટેમ્બરે અંતિમ દિવસ છે.  જે દરમિયાન 36 લાખથી વધુ ભક્તોએ માં અંબાના દર્શનનો લાભ લીધો. આજે ચંદ્રગ્રહણને કારણે મંદિરના દર્શન સમયમાં ફેરફાર કરાયો હતો. વહેલી સવારથી ભક્તોની ભારે ભીડ જામી, પરંતુ ગ્રહણને લીધે સવારે 10થી 12 વાગ્યા સુધી મંદિર બંધ રહ્યું. બપોરે 12થી 12:30 દરમિયાન માતાજીની શયન આરતી થઈ, અને 12:30થી સાંજે 5 વાગ્યા સુધી  જાળીમાંથી દર્શનની પરવાનગી આપવામાં આવી હતી. ગ્રહણના કારણે 12:30 પછી મંદિરના શિખરે ધજા પણ ચઢાવવામાં ન આવી. સાંજે 5 વાગ્યા પછી મંદિર દર્શન માટે બંધ કરવામાં આવશે. 

અનેક શ્રદ્ધાળુ સંઘો માતાજીને ધજા અર્પણ કરવા આવ્યા હતા. વરસાદની વચ્ચે પણ ભક્તો માતાજીની ભક્તિમાં લીન રહ્યા અને ચાચર ચોકમાં ગરબે ઝૂમ્યા. વરસાદ હોવા છતાં ભક્તોનો ઉત્સાહ અદ્ભુત હતો, જે અંબાજીના આધ્યાત્મિક મહત્વને ઉજાગર કરે છે. તંત્રએ ભીડ નિયંત્રણ અને સુરક્ષા માટે વ્યાપક વ્યવસ્થા કરી હતી, જેના કારણે મેળો સફળતાપૂર્વક સંપન્ન થયો.

આ સમાચાર શેર કરો