VIDEO: અંબાજી-આબુરોડ વચ્ચે સુરપગલા નજીક નદીના ધસમસતા પ્રવાહમાં એક જીપ ખાબકી
અમીરગઢના અંબાજી-આબુરોડ વચ્ચે સુરપગલા નજીક ભારે વરસાદને કારણે ન
અમીરગઢના અંબાજી-આબુરોડ વચ્ચે સુરપગલા નજીક ભારે વરસાદને કારણે નદીના ધસમસતા પ્રવાહમાં એક જીપ ખાબકી ગઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, અંબાજીમાં સતત વરસી રહેલા ભારે વરસાદને લીધે સુરપગલા નજીકની નદીમાં પાણીનું જળસ્તર ઝડપથી વધ્યું હતું. આ દરમિયાન કોઝવે પરથી પસાર થતી એક જીપ નદીના ધસમસતા પ્રવાહમાં ફસાઈ ગઈ અને નીચે ખાબકી ગઈ. આ ઘટના દરમિયાન, જીપના ચાલકની સમયસૂચકતા અને હિંમતથી તમામ મુસાફરોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા. સ્થાનિક લોકો અને નજીકના વિસ્તારમાંથી બચાવ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી, જેમણે રેસ્ક્યૂ ઓપરેશનમાં મદદ કરી. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, અને ચાલક સહિત તમામ મુસાફરો સહીસલામત છે.




