મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અંબાજી ભાદરવી મહાકુંભમાં બનાસકાંઠા SPની પદયાત્રા, 'જય અંબે'ના નાદ સાથે પોતાની ટીમ સાથે મંદિર પહોંચ્યા

બનાસકાંઠાના યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમ મહાકુંભનો પાંચ દિવસીય મહોત્સવ શાંતિપૂર્ણ રીતે પર

બનાસકાંઠાના યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમ મહાકુંભનો પાંચ દિવસીય મહોત્સવ શાંતિપૂર્ણ રીતે પરિપૂર્ણ થયો. આ મહાકુંભ દરમિયાન લાખો ભક્તો માં અંબાના દર્શન માટે ઉમટ્યા હતા. આ વર્ષે ખાસ આકર્ષણ બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક (એસપી) પ્રશાંત સુમ્બેની પદયાત્રા રહી, જેમાં તેઓ પોલીસ અધિકારીઓ અને કોન્સ્ટેબલો સાથે જોડાયા હતા. દાંતા રોડના સિંહ દ્વારથી શરૂ થયેલી આ પદયાત્રા ‘જય જય અંબે, બોલ મારી અંબે’ના નાદ સાથે મંદિર સુધી પહોંચી હતી. 

આ પદયાત્રા દર વર્ષે યોજાય છે, જેમાં પોલીસ દળ ભક્તિ અને સુરક્ષાના સંદેશ સાથે સામેલ થાય છે. આ વખતે પણ એસપી પ્રશાંત સુમ્બેની આગેવાનીમાં પોલીસ ટીમે ભક્તોની સુરક્ષા અને મેળાની શાંતિ જાળવવા પ્રાર્થના કરી. મહાકુંભ દરમિયાન ભક્તોની સલામતી માટે 5000થી વધુ પોલીસ કર્મચારીઓ ખડેપગે તૈનાત હતા.

આ સમાચાર શેર કરો