મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Surendranagar news સાયલામાં ભૂમાફિયાઓએ ચોરી કર્યો લાખોનો કોલસો, પોલીસ ફરિયાદ નોંધાઈ

સુરેન્દ્રનગરના સાયલા તાલુકાના ચોરવીરા ગામની સીમ વિસ્તારમાં ભૂમાફિયાઓ દ્વારા ગેરકાયદેસર ખાણખોદની ઘટના સામે

Surendranagar news  સાયલામાં ભૂમાફિયાઓએ ચોરી કર્યો લાખોનો કોલસો, પોલીસ ફરિયાદ નોંધાઈ

સુરેન્દ્રનગરના સાયલા તાલુકાના ચોરવીરા ગામની સીમ વિસ્તારમાં ભૂમાફિયાઓ દ્વારા ગેરકાયદેસર ખાણખોદની ઘટના સામે આવી છે. અજાણ્યા શખ્સોએ અંદાજે 100 ફૂટ ઊંડા ખાડા ખોદી રૂપિયા 13.25 લાખની કિંમતનો કોલસો ચોરી ગયા હોવાની ફરિયાદ સાયલા પોલીસ મથકે નોંધાઈ છે.

સુરેન્દ્રનગર ખાણ ખનીજ વિભાગના માઇન્સ સુપરવાઇઝર દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ચોરવીરા ગામમાં ખાણખોદ દરમિયાન શ્રમિકો દટાઈ ગયા હોવાની ચર્ચા બાદ તંત્ર હરકતમાં આવ્યું હતું.

પોલીસ અને જિલ્લા ખનીજ વિભાગની ટીમે સ્થળ પર તપાસ

સ્થાનિક મામલતદાર, પોલીસ અને જિલ્લા ખનીજ વિભાગની ટીમે સ્થળ પર તપાસ હાથ ધરી હતી. અવારનવાર ગેરકાયદેસર ખોદકામ ઝડપાય છે છતાં ખનીજ વિભાગ અગાઉ ફરિયાદ કેમ નોંધતું નહોતું તેવા સવાલો ઉઠ્યા છે.  

આ સમાચાર શેર કરો