Surendranagar news: EDની તપાસનો રેલો સુરેન્દ્રનગર સુધી ફરી પહોંચશે, જાણો શું છે સમગ્ર મામલો
સુરેન્દ્રનગરમાં હવે EDની તપાસનો રેલો સુરેન્દ્રનગર સુધી ફરી પહોંચશે તેવી શકય

સુરેન્દ્રનગરમાં હવે EDની તપાસનો રેલો સુરેન્દ્રનગર સુધી ફરી પહોંચશે તેવી શકયતા બળવત્તર બની છે..સુરેન્દ્રનગરના તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર પટેલ જેલ હવાલે બાદ આજે ED ફરી સુરેન્દ્રનગરમાં ધામા નાખી શકે છે..જમીન NAમાં અધિક કલેક્ટર આર.કે.ઓજા સામે પણ આજે રેલો આવે તેવી પણ સંભાવના વ્યકત કરાઈ છે..જમીન NA કૌભાંડમાં અધિક કલેક્ટર આર.કે.ઓજા 25 ટકા લાંચ લેતા હોવાની શંકાના આધારે ધરપકડ થઈ શકે છે.
કૌભાંડી અધિકારીઓને ટુક સમયમાં ED ધરપકડ કરે શક્યતા
મયુર દવે પણ 10 ટકા લાંચની રકમ લેતા હોવાની રાવ સામે આવી છે. રાજેન્દ્ર પટેલ બાદ હવે કૌભાંડી અધિકારીઓને ટુક સમયમાં ED ધરપકડ કરે શક્યતા વ્યકત કરાઈ છે. મહત્વપૂર્ણ છે કે તમામ ફાઇલ મયુર દવેના ટેબલ પર થી પસાર થઇ રાજેન્દ્ર પટેલ પાસે જતી હતી.
.મોડી રાત્રે મયુર દવે પોતાની સરકારી કારમાં ફાઇલ બંગલા સુધી મુકવામાં જતા હોવાની ચર્ચા પણ સામે આવી છે..જેને લઈને હવે વર્ગ 4 ના કર્મચારીઓનો ઉપયોગ કરવામાં આવતા હોવા મુદ્દે પણ તપાસ હાથ ધરાય તેવી શકયતા છે.






