મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ભચાઉમાં પ્લાયવુડ કંપનીના બોઈલરમાં લીકેજ થતા ભભૂકી આગ, લાખોની માલમત્તા બળીને રાખ

કચ્છના ભચાઉમાં ઉનાળાની ગરમી વચ્ચે આગની મોટી દુર્ઘટના સામે આવી છે. ચોપડવા ગામ નજીક આવેલી કિયારા

કચ્છના ભચાઉમાં ઉનાળાની ગરમી વચ્ચે આગની મોટી દુર્ઘટના સામે આવી છે. ચોપડવા ગામ નજીક આવેલી કિયારા પ્લાયવુડ કંપનીમાં બોઈલર લીક થતા ભીષણ આગ ફાટી નીકળી હતી.ભચાઉ નગરપાલિકા અને કંડલા ટીમ્બર સહિતની ત્રણ ફાયર ટીમોએ ત્રણ કલાક સુધી પાણી અને ફોમનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. આ ઘટનામાં કંપનીનો પ્લાયવુડ અને વેસ્ટ લાકડાનો લાખોનો જથ્થો બળીને ખાખ થઈ જતા મોટાપાયે આર્થિક નુકસાન થયું છે.  

આ સમાચાર શેર કરો