મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video/ જમીનના સોદામાં ગેરરીતિ, મહુધા મામલતદાર કચેરીમાં વેચવા ભળતા ચહેરા સાથે આવેલો આરોપી ઝડપાયો

ખેડા જિલ્લામાં જમીન કૌભાંડના બનાવો ફરી એકવાર ચર્ચાનું કેન્

ખેડા જિલ્લામાં જમીન કૌભાંડના બનાવો ફરી એકવાર ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. મહેસૂલ મંત્રી સંજય સિંહ મહિડાના વિધાનસભા વિસ્તાર મહુધામાં જમીનના વેચાણ દસ્તાવેજમાં બનાવટ કરવા આવેલો એક શખ્સ મામલતદાર કચેરીના સબ રજીસ્ટારની સતર્કતાથી ઝડપાઈ ગયો છે.

નિઝામપુરાની જમીનના વેચાણમાં ગેરરીતિ

આ સમગ્ર મામલો મહુધાના નિઝામપુરા વિસ્તારમાં આવેલી ખેતીની જમીનના વેચાણ દસ્તાવેજ સાથે જોડાયેલો છે. દસ્તાવેજની પ્રક્રિયા ચાલી રહી હતી ત્યારે વેચાણ આપનાર વ્યક્તિ દ્વારા રજૂ કરાયેલા દસ્તાવેજોમાં ગેરરીતિ જણાઈ હતી. વેચાણ આપનાર વ્યક્તિએ ઇલ્યાસખાન નામના વ્યક્તિનું આધાર કાર્ડ રજૂ કર્યું હતું, જે કાર્ડ મેચ થતું હતું. જોકે, સબ રજીસ્ટાર નરેન્દ્રભાઈ જારીયાને વેચાણ આપવા આવેલો વ્યક્તિ ભળતા ચહેરાવાળો હોવાની શંકા ગઈ હતી. તેમણે આધાર કાર્ડ અને વેચાણ આપવા આવેલા વ્યક્તિની ખરાઈ કરતાં આખી બનાવટ છતી થઈ હતી.

સબ રજીસ્ટારની તત્પરતા અને પોલીસ કાર્યવાહી

સબ રજીસ્ટાર નરેન્દ્રભાઈ જારીયાની તત્પરતાને કારણે આ મોટું કૌભાંડ થતું અટકી ગયું. તેમણે તુરંત જમીન ખરીદનાર વ્યક્તિને આ ગેરરીતિ અંગે વાકેફ કર્યા હતા અને તાત્કાલિક પોલીસને બોલાવીને સમગ્ર મામલો તેમને સોંપી દીધો હતો.

આરોપી સામે દસ્તાવેજ બનાવટ અને છેતરપિંડીના પ્રયાસ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ બનાવથી ફરી એકવાર ખેડા જિલ્લામાં જમીન કૌભાંડોનું નેટવર્ક સક્રિય થયું હોવાની આશંકા ઉભી થઈ છે. અગાઉ પણ પૂર્વ મહેસૂલ મંત્રી દ્વારા ખેડા જિલ્લાના મહેમદાવાદ અને માતર પંથકમાં આવા કૌભાંડો પકડવામાં આવ્યા હતા

આ સમાચાર શેર કરો