Video/ સાબરકાંઠાના ખેડૂતોને લોટરી, હિંમતનગર યાર્ડમાં મગફળીનો સિઝનનો સૌથી ઊંચો ભાવ બોલાયો!
સાબરકાંઠા જિલ્લાના ખેડૂતો માટે ખુશીના સમાચાર છે. રાજ્યના તમામ માર્કેટ યાર્ડ્સમા
સાબરકાંઠા જિલ્લાના ખેડૂતો માટે ખુશીના સમાચાર છે. રાજ્યના તમામ માર્કેટ યાર્ડ્સમાં મગફળીના ભાવ ગગડી રહ્યા હોય તેવા માહોલ વચ્ચે, હિંમતનગર માર્કેટ યાર્ડમાં મગફળીના ભાવે નવો વિક્રમ સર્જ્યો છે.
હિંમતનગર યાર્ડમાં ઐતિહાસિક ભાવ
હિંમતનગર યાર્ડમાં મગફળીની વર્તમાન સિઝનનો અત્યાર સુધીનો સૌથી ઊંચો ભાવ બોલાયો છે. પ્રતિ મણ 1771 રૂપિયાનો ઊંચો ભાવ બોલાયો છે. મગફળીની વિપુલ આવક હોવા છતાં ખેડૂતોને આટલા ઊંચા ભાવ મળી રહ્યા હોવાથી ખેડૂત આલમમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
આવક અને વ્યવસ્થાપન
હિંમતનગર માર્કેટ યાર્ડમાં હાલમાં મગફળીની આવક ખૂબ જ વધારે છે, જેમાં રોજની અંદાજે 30000 થી 35000 બોરી મગફળીની નોંધ થઈ રહી છે. આવકમાં ભારે વધારો થવાને કારણે માર્કેટયાર્ડની બહાર પણ વાહનોની લાંબી કતારો લાગી રહી છે. મગફળીની આ વિશાળ આવકને કારણે હરાજીની પ્રક્રિયા પૂરી થતાં અંદાજે ત્રણ દિવસનો સમય લાગી રહ્યો છે. ઊંચા ભાવ મળતાં ખેડૂતો આ સમયનો લાભ લેવા અને વધુમાં વધુ મગફળી વેચવા માટે યાર્ડ તરફ આવી રહ્યા છે.








