VIdeo/ નિરાકરણનો ઢોંગ! હાલોલ તાલુકા સ્વાગતમાં બારોબાર 'ફરિયાદ ઉકેલાઈ ગઈ' નો રિપોર્ટ, ફરિયાદી અજાણ!
પંચમહાલના હાલોલમાં આવેલી એશિયન ગ્રીન સોસાયટીમાં થયેલો વિવાદ હવે તંત્રની કાર્યપદ્ધતિ પર ગંભીર સવા
પંચમહાલના હાલોલમાં આવેલી એશિયન ગ્રીન સોસાયટીમાં થયેલો વિવાદ હવે તંત્રની કાર્યપદ્ધતિ પર ગંભીર સવાલો ઊભા કરી રહ્યો છે. સોસાયટીમાં મેન્ટેનન્સની રકમને લઈને થયેલા વિવાદ બાદ, ફરિયાદીની જાણ બહાર જ તાલુકા સ્વાગત કાર્યક્રમમાંથી તેમની ફરિયાદના નિવારણનો રિપોર્ટ કરી દેવામાં આવ્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે.
પાણીનું જોડાણ કપાયું, મામલો કલેક્ટર સુધી પહોંચ્યો
એશિયન ગ્રીન સોસાયટીના હોદ્દેદારોને અસ્મિતાબેન પંચાલના પરિવાર સાથે મેન્ટેનન્સની રકમ બાબતે વિવાદ થયો હતો. આ વિવાદ બાદ સોસાયટીના હોદ્દેદારો દ્વારા અસ્મિતાબેન પંચાલના ઘરનું પાણીનું જોડાણ કાપી નાખવામાં આવ્યું હતું. પાણીનું જોડાણ કપાઈ જતાં અસ્મિતાબેને ન્યાય માટે પંચમહાલ જિલ્લા કલેક્ટરને રૂબરૂમાં રજૂઆત કરી હતી. કલેક્ટર દ્વારા તેમને આ બાબતે તાલુકા સ્વાગત કાર્યક્રમમાં ફરિયાદ કરવા માટે સૂચના આપવામાં આવી હતી.
જાણ બહાર જ ફરિયાદનો ઉકેલ: સ્વાગત કાર્યક્રમ સામે સવાલ
અસ્મિતાબેને હાલોલ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં ફરિયાદ નોંધાવી અને નિરાકરણની આશા રાખીને બેઠા હતા. જોકે, લાંબો સમય વીતી જવા છતાં તેમની મુદત ન આવતા તેમણે તપાસ કરી. તપાસ કરતા તેમને જાણવા મળ્યું કે, તેમની ફરિયાદનો ઉકેલ આવી ગયો હોવાનો રિપોર્ટ સ્વાગત કાર્યક્રમમાં બારોબાર કરી દેવામાં આવ્યો છે! જોકે વાસ્તવમાં તેમને આ અંગે કોઈ જાણ સુદ્ધાં નહોતી કે સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી.
અસ્મિતાબેન પંચાલએ જણાવ્યું કે, તેઓ છેલ્લા નવ મહિનાથી આ સમસ્યા માટે લડી રહ્યા છે અને અનેક ફરિયાદો કરી ચુક્યા છે. અત્યાર સુધી કોઈ જવાબદાર અધિકારીએ સ્થળની મુલાકાત લીધી નથી અને તેમની પાણીની સમસ્યાનું નિરાકરણ પણ આવ્યું નથી.








