મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: ગુજરાત કોંગ્રેસ આવતીકાલથી શરૂ કરશે 'કિસાન જન આક્રોશ યાત્રા'

તાજેતરમાં ગુજરાતમાં પડેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોના મગફળી સહિતના પાકને મોટા

તાજેતરમાં ગુજરાતમાં પડેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોના મગફળી સહિતના પાકને મોટા પાયે નુકસાન થતાં ખેડૂતોમાં વ્યાપક આક્રોશ ફેલાયો છે. આ આક્રોશને વાચા આપવા અને ખેડૂતોના મુદ્દે સરકારને ઘેરવા માટે ગુજરાત કોંગ્રેસ આવતીકાલથી ૬ નવેમ્બરથી 'કિસાન જન આક્રોશ યાત્રા' શરૂ કરવાની જાહેરાત કરી છે.

યાત્રાનો પ્રારંભ અને સમાપન

કોંગ્રેસની આ આક્રોશ યાત્રાનો પ્રારંભ ગીર સોમનાથ જિલ્લાથી થશે. આ યાત્રા માવઠાથી અસરગ્રસ્ત સૌરાષ્ટ્રના મુખ્ય વિસ્તારોમાં ફરીને દેવભૂમિ દ્વારકા ખાતે પૂર્ણ થશે.

  • પ્રારંભ: ગીર સોમનાથ જિલ્લો

  • સમાપન: દેવભૂમિ દ્વારકા ખાતે, ૧૩ નવેમ્બરના રોજ 

અસરગ્રસ્ત જિલ્લાઓમાં યાત્રાનું ભ્રમણ

કોંગ્રેસની આ યાત્રા સૌરાષ્ટ્રના છ મુખ્ય જિલ્લાઓને આવરી લેશે, જ્યાં માવઠાથી પાકને સૌથી વધુ નુકસાન થયું છે:

  • ગીર સોમનાથ

  • જૂનાગઢ

  • સુરેન્દ્રનગર

  • જામનગર

  • પોરબંદર

  • દેવભૂમિ દ્વારકા

'સરકારના પેકેજ મજાક સ્વરૂપના હોય છે' - લાલજી દેસાઈ

આ આક્રોશ યાત્રા અંગે માહિતી આપતાકોંગ્રેસ સેવાદળના વડા લાલજી દેસાઈએ જણાવ્યું હતું કે, ખેડૂતોની મહેનત પાણીમાં ગઈ છે અને તેઓ ભારે નુકસાનનો સામનો કરી રહ્યા છે. તેમણે સરકાર સામે આક્રોશ વ્યક્ત કરતા કહ્યું હતું કે, "માવઠાના કારણે ખેડૂતોની મગફળી સહિતના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થતાં ખેડૂતોમાં આક્રોશ છે. સરકાર જ્યારે પણ પેકેજ જાહેર કરે છે, તે પણ મજાક સ્વરૂપનું હોય છે, તેથી સરકાર સામે આક્રોશ છે."

આ સમાચાર શેર કરો