VIDEO: વડાલીમાં પ્રેમ લગ્ન મામલે બે સમાજ વચ્ચે થઈ જૂથ અથડામણ
સાબરકાંઠાના વડાલીમાં પ્રેમ લગ્નના મામલે રાજપૂત અને સગર સમાજ વચ્ચે છેલ્લા બે દિવસથી જ
સાબરકાંઠાના વડાલીમાં પ્રેમ લગ્નના મામલે રાજપૂત અને સગર સમાજ વચ્ચે છેલ્લા બે દિવસથી જૂથ અથડામણ ચાલી રહી છે, જેના કારણે વિસ્તારમાં અજંપાભરી સ્થિતિ સર્જાઈ છે. એક વર્ષ અગાઉ યુવક-યુવતીએ પ્રેમ લગ્ન કર્યા હતા, જેનો વિવાદ હવે ઉગ્ર બની ગયો છે. સતત બે દિવસથી બંને પક્ષો વચ્ચે સામસામે પથ્થરમારો અને ધીંગાણું થયું હતું.
ટીયરગેસના સેલ છોડવા પડ્યા
ગતરોજ સ્થિતિ વણસતા પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ટીયરગેસના સેલ છોડવા પડ્યા હતા.આ ઉપરાંત, રાત્રિના સમયે કેટલાક અસામાજિક તત્વો દ્વારા આગચંપી પણ કરવામાં આવી હતી.
૧૧ વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી
યુવકના પિતાએ આ મામલે રાયોટિંગ હેઠળ ૧૧ વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.વડાલીમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે DYSP સહિતનો પોલીસ કાફલો ખડકાયો છે અને સમગ્ર શહેર હાલમાં પોલીસ છાવણીમાં ફેરવાયું છે.






