VIDEO: ચોટીલાના લોક ડાયરામાં અનોખો નજારો, કલાકારો પર સોનાની નોટો અને ડોલરોનો વરસાદ
સુરેન્દ્રનગરના ચોટીલા સ્થિત નવા સૂરજદેવ ધામ ખાતે કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા આયોજિત ભવ્ય લોક ડાયરો આક
સુરેન્દ્રનગરના ચોટીલા સ્થિત નવા સૂરજદેવ ધામ ખાતે કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા આયોજિત ભવ્ય લોક ડાયરો આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. રવિવારની રાત્રે સૂર્યનારાયણ ભગવાનના ઉપવાસ પૂર્વે યોજાયેલા આ કાર્યક્રમમાં પ્રખ્યાત કલાકાર કિર્તીદાન ગઢવી અને દેવાયત ખવડે ભક્તિ તેમજ શૌર્યરસની રમઝટ બોલાવી હતી.આ ડાયરામાં લોકપ્રિયતાનો એવો જુવાળ જોવા મળ્યો કે કલાકારો પર ભારતીય ચલણી નોટોની સાથે અમેરિકન ડોલર અને ખાસ સોનાના વર્કવાળી નોટોનો અવિરત વરસાદ થયો હતો. સ્ટેજ પર 500 અને 100ની નોટોના ઢગલા જોવા મળ્યા હતા. કાઠી ક્ષત્રિય સમાજની એકતા અને શ્રદ્ધાના પ્રતીક સમાન આ આયોજને સમગ્ર પંથકમાં ભારે ચર્ચા જગાવી છે.



