મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ડીસામાં ભવ્ય લોકડાયરો યોજાયો, ગાયક કલાકાર કીર્તિદાન ગઢવી પર થયો નોટોનો વરસાદ

બનાસકાંઠાના ડીસામાં પી એન ફાઉન્ડેશન દ્વારા એક શામ ગૌમાતા કે નામ પર ભવ્ય લોકડાયરાનું આયોજન કરાયું હતું. આ

બનાસકાંઠાના ડીસામાં પી એન ફાઉન્ડેશન દ્વારા એક શામ ગૌમાતા કે નામ પર ભવ્ય લોકડાયરાનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં પ્રખ્યાત ગાયક કીર્તિદાન ગઢવી પર નોટોનો વરસાદ થયો હતો. ગૌમાતાના લાભાર્થે યોજાયેલા આ લોકડાયરામાં આશરે 50 લાખ રૂપિયાનું ભંડોળ એકત્ર કરવામાં આવ્યું, સમગ્ર ભંડોળનો  ઉપયોગ ગૌશાળાના વિકાસ માટે કરાશે.

કીર્તિદાન ગઢવી સહિત અન્ય ગાયકોએ પોતાની કલાથી લોકોને મંત્રમુગ્ધ કર્યા

આ કાર્યક્રમમાં હજારો લોકોની જનમેદની ઉમટી હતી. કીર્તિદાન ગઢવી સહિત અન્ય ગાયકોએ પોતાની કલાથી લોકોને મંત્રમુગ્ધ કર્યા. આ આયોજન ગૌસેવા અને સાંસ્કૃતિક વિરાસતનું સુંદર સંગમ બની રહ્યું હતું. 

આ સમાચાર શેર કરો