મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video/ ગ્રામ્ય વિસ્તારોમાં સાયબર ક્રાઈમ રોકવા પોલીસનો ‘નવતર પ્રયોગ’: રાજકોટમાં યોજાયો ‘સાયબર ડાયરો’

વર્તમાન સમયમાં જેમ-જેમ ટેકનોલોજીનો વ્યાપ વધી રહ્યો છે, તેમ-તેમ સા

તસવીર: gstv

વર્તમાન સમયમાં જેમ-જેમ ટેકનોલોજીનો વ્યાપ વધી રહ્યો છે, તેમ-તેમ સાયબર ફ્રોડના કિસ્સાઓમાં પણ ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ભોળી ગ્રામ્ય જનતા ડિજિટલ છેતરપિંડીનો ભોગ ન બને તે માટે રાજ્યના ગૃહ વિભાગ અને રાજકોટ જિલ્લા પોલીસ દ્વારા એક વિશિષ્ટ પહેલ કરવામાં આવી છે.

સુલતાનપુર ગામે જનજાગૃતિનો અનોખો પ્રયાસ

રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના સુલતાનપુર ગામે પોલીસ દ્વારા ‘સાયબર ડાયરા’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સામાન્ય રીતે ડાયરો મનોરંજન માટે હોય છે, પરંતુ આ ડાયરાનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને સાયબર સુરક્ષા પ્રત્યે જાગૃત કરવાનો હતો. આ કાર્યક્રમમાં રાજકોટ જિલ્લા પોલીસ વડા (SP) વિજયસિંહ ગુર્જર સહિતના ઉચ્ચ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

ડિજિટલ છેતરપિંડીથી બચવા અપાયું માર્ગદર્શન

કાર્યક્રમ દરમિયાન પોલીસ અધિકારીઓએ ગ્રામજનોને અત્યંત સરળ ભાષામાં સાયબર ક્રાઇમ વિશે માહિતી આપી હતી. ડિજિટલ છેતરપિંડીથી બચવા માટે ઓનલાઈન નાણાકીય વ્યવહાર કરતી વખતે રાખવાની સાવચેતી, અજાણ્યા મેસેજ કે શંકાસ્પદ લિંક્સ પર ક્લિક ન કરવું, ખોટી રીતે પરેશાન કરનાર કે છેતરપિંડી કરનાર નંબરોને મોબાઈલમાં કઈ રીતે બ્લોક કરવા તેની પ્રેક્ટિકલ સમજ આપી હતી. કોઈ પણ ફ્રોડના કિસ્સામાં તુરંત પોલીસનો સંપર્ક કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા.

લોકોનો અભૂતપૂર્વ પ્રતિસાદ

આ નવતર પ્રયોગમાં સુલતાનપુર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોના લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમમાં ગ્રામ્ય વિસ્તારના પુરુષો અને મહિલાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા. સ્થાનિક અગ્રણીઓ અને સરપંચોએ હાજરી આપી પોલીસની આ કામગીરીને બિરદાવી હતી.

આ સમાચાર શેર કરો