મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: યુદ્ધને કારણે ખોરવાઈ વૈશ્વિક સપ્લાય ચેઇન, કાચા માલના ભાવમાં ભારે વધારો થતા મુશ્કેલીમાં મુકાયા પ્લાસ્ટિક ઉદ્યોગકારો

આંતરરાષ્ટ્રીય સ્તરે વધતા ભૂરા

આંતરરાષ્ટ્રીય સ્તરે વધતા ભૂરાજકીય તણાવ અને ખાસ કરીને ઈરાન-ઇઝરાયેલ સંઘર્ષની સીધી અસર હવે અંકલેશ્વરના ઉદ્યોગો સુધી પહોંચી છે. વૈશ્વિક સપ્લાય ચેઇન ખોરવાતા પ્લાસ્ટિક ઉદ્યોગ માટે જરૂરી કાચા માલના ભાવમાં ભારે વધારો નોંધાયો છે. ભરૂચ જિલ્લા અને અંકલેશ્વરના પ્લાસ્ટિક ઉદ્યોગકારો હાલમાં ગંભીર આર્થિક દબાણનો સામનો કરી રહ્યા છે.

વધારાએ પ્લાસ્ટિક અને પોલીપેક ઉદ્યોગોને સીધી અસર કરી

મિડલ ઇસ્ટના તણાવ વચ્ચે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા માલની અછત સર્જાતા પ્લાસ્ટિક દાણાના ભાવમાં અચાનક ઉછાળો આવ્યો છે. વૈશ્વિક સપ્લાય ચેઇન ખોરવાતા પ્લાસ્ટિક ઉદ્યોગ માટે જરૂરી કાચા માલના ભાવમાં ભારે વધારો નોંધાયો છે. અગાઉ રૂ. 90 થી 92 પ્રતિ કિલો મળતું રો-મટીરીયલ હવે વધીને રૂ. 145 થી 150 પ્રતિ કિલો સુધી પહોંચી ગયુ છે. અંદાજે 40 થી 50 ટકા સુધીના વધારાએ પ્લાસ્ટિક અને પોલીપેક ઉદ્યોગોને સીધી અસર કરી છે.

ઈમ્પોર્ટેડ મટીરીયલની અછત ઉત્પાદન ખર્ચ વધારવાનું મુખ્ય કારણ 

અંકલેશ્વરના  ઉદ્યોગકારો જણાવે છે કે કાચા માલનો મોટો હિસ્સો આયાત પર આધારિત હોવાથી ઈમ્પોર્ટેડ મટીરીયલની અછત ઉત્પાદન ખર્ચ વધારવાનું મુખ્ય કારણ બની છે. ખાસ કરીને HDPE સહિતના રો-મટીરીયલના ભાવમાં 40 થી 80 ટકા વધારો થતા તૈયાર ઉત્પાદનોની કિંમત લગભગ બમણી થઈ ગઈ છે. પ્લાસ્ટિક બેગ, પેકેજિંગ મટીરીયલ, બોટલ, ડીશ સહિત દૈનિક ઉપયોગની વસ્તુઓના ભાવમાં આશરે 40 ટકા વધારો નોંધાયો છે. જેના કારણે નાના વેપારીઓ અને સામાન્ય ગ્રાહકો બંને પર આર્થિક ભાર વધ્યો છે.

આ સમાચાર શેર કરો