મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video/ બારડોલીના તેન ગામે ગેસ સિલિન્ડર બ્લાસ્ટ, 80 વર્ષીય વૃદ્ધનું મોત

સુરત જિલ્લાના બારડોલી તાલુકાના તેન ગામે વહેલી સવારે ગેસ સિલિન્ડર બ

સુરત જિલ્લાના બારડોલી તાલુકાના તેન ગામે વહેલી સવારે ગેસ સિલિન્ડર બ્લાસ્ટની કરૂણ ઘટના સામે આવી છે. ગેસ લીકેજ બાદ થયેલા વિસ્ફોટને કારણે ફ્લેટમાં આગ લાગી હતી, જેમાં એક 80 વર્ષીય વૃદ્ધનું મોત થયું છે.

મળતી માહિતી મુજબ, તેન ગામે આવેલ રત્ન કળશ રેસીડેન્સીના 104 નંબરના ફ્લેટમાં ગેસ લીકેજ બાદ અચાનક સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ થતા જ ફ્લેટમાં ભયાનક આગ ફાટી નીકળી હતી. ઘટનાના સમયે ફ્લેટમાં રહેતા 80 વર્ષીય અરુણભાઈ મિસ્ત્રી અંદર જ હતા.

આગની લપેટમાં આવતા અરુણભાઈ મિસ્ત્રીનું ઘટનાસ્થળે જ મોત થયું હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતા બારડોલી ફાયર બ્રિગેડની બે ગાડીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો.

આગને કારણે ઘરવખરીનો મોટાભાગનો સામાન બળી ખાખ થઈ ગયો હતો. મૃતક અરુણભાઈ મિસ્ત્રીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ઉમરાખ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો છે.

હાલમાં ગેસ લીકેજના ચોક્કસ કારણો અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. સ્થાનિક પોલીસ અને ફાયર વિભાગ દ્વારા સમગ્ર ઘટનાની વિગતવાર તપાસ કરવામાં આવી રહી છે.

     

આ સમાચાર શેર કરો