મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video:  મંત્રીમંડળના વિસ્તરણ અંગે નાણાં મંત્રી કનુ દેસાઈની પ્રતિક્રિયા, જાણો શું કહ્યું?

ગુજરાત સરકારના મંત્રીમંડળના સંભવિત વિસ્તરણ અંગે ચાલી રહેલી અટકળો વચ્ચે, રાજ્યના નાણા

ગુજરાત સરકારના મંત્રીમંડળના સંભવિત વિસ્તરણ અંગે ચાલી રહેલી અટકળો વચ્ચે, રાજ્યના નાણાં મંત્રી કનુ દેસાઈએ નવસારીમાં આ અંગે પ્રતિક્રિયા આપી હતી. મંત્રી દેસાઈએ સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, "મંત્રી મંડળનું વિસ્તરણ ક્યારે થશે. તેમણે જણાવ્યું હતું કે, વિસ્તરણ શીર્ષ નેતૃત્વ નક્કી કરે ત્યારે થતું હોય છે. ગુજરાતના વિકાસ માટે યોગ્ય સમયે યોગ્ય નિર્ણય કરવામાં આવશે."

નાણાં મંત્રી નવસારીમાં વિકાસ સપ્તાહના સમાપન કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. તેમના હસ્તે શહેરના અનેક વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

શહેરી વિકાસ યોજનાના 20 વર્ષ પૂર્ણ: ₹30 હજાર કરોડની ફાળવણી

આ પ્રસંગે કનુ દેસાઈએ રાજ્ય સરકારની સિદ્ધિઓ વિશે પણ વાત કરી હતી. તેમણે જણાવ્યું કે, ગુજરાતમાં મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાને 20 વર્ષ પૂર્ણ થયા છે, જેને રાજ્ય સરકાર 'શહેરી વિકાસ વર્ષ' તરીકે ઉજવી રહી છે.

તેમણે ઉમેર્યું કે મુખ્યમંત્રી દ્વારા આ યોજના માટે ગત વર્ષની સરખામણીએ 40 ટકાના વધારા સાથે ₹30 હજાર કરોડની ફાળવણી કરવામાં આવી છે, જે રાજ્યના શહેરી વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

આ સમાચાર શેર કરો