Video/ Ahmedabadના વાસણામાં ફિલ્મી સ્ટાઈલે હુમલો: રસ્તા વચ્ચે બ્લેક થાર રોકી તોડફોડ, CCTVમાં કેદ થઈ ઘટના
અમદાવાદ: શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ફરી એકવાર સવાલો ઉભા થયા છે. અમદ
અમદાવાદ: શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ફરી એકવાર સવાલો ઉભા થયા છે. અમદાવાદના વાસણા વિસ્તારમાં જાહેર રસ્તા પર એક કાર પર હુમલો કરવાની ઘટના સામે આવી છે. સફેદ કલરની કારમાં આવેલા કેટલાક અજાણ્યા યુવકોએ રસ્તા વચ્ચે આતંક મચાવી એક બ્લેક કલરની થાર (Thar) ગાડીમાં તોડફોડ કરી હતી.
ભરચક ટ્રાફિક વચ્ચે આતંકનો માહોલ
પ્રાપ્ત વિગતો અનુસાર, હુમલાખોરો સફેદ કારમાં સવાર થઈને આવ્યા હતા. તેમણે વાસણા જેવા ભરચક વિસ્તારમાં ચાલુ રસ્તે એક બ્લેક કલરની થાર કારને આંતરી હતી. રસ્તાની વચ્ચે જ કાર ઉભી રખાવી ટ્રાફિક જામ કરી દીધો હતો અને ત્યારબાદ ઉશ્કેરાયેલા યુવકોએ થારના કાચ તોડી નાખ્યા હતા. ધોળે દિવસે બનેલી આ ઘટનાને પગલે આસપાસના વાહનચાલકો અને રાહદારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો.
CCTV ફૂટેજ આવ્યા સામે
આ સમગ્ર હુમલાની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થઈ ગઈ છે. ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કઈ રીતે હુમલાખોરો બેફામ બનીને જાહેર માર્ગ પર તોડફોડ કરી રહ્યા છે. પોલીસ આ સીસીટીવીના આધારે હુમલાખોરોની ઓળખ કરવાની તજવીજ હાથ ધરી રહી છે.
હાલમાં વાસણા પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. અંગત અદાવતને કારણે આ હુમલો થયો છે કે અન્ય કોઈ કારણસર, તે તપાસ બાદ જ સ્પષ્ટ થશે.








