VIDEO: છોટાઉદેપુરના'ન્યુ ગુજરાત પેટર્ન'ની પોલ ખૂલી! સરકારી કીટમાંથી સડેલી મકાઈ નીકળતા ખેડૂતોનો હોબાળો
ગુજરાતના છોટાઉદેપુરમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. જેમાં છોટાઉદેપુર તાલુકામાં ન્
ગુજરાતના છોટાઉદેપુરમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. જેમાં છોટાઉદેપુર તાલુકામાં ન્યુ ગુજરાત પેટર્ન યોજના હેઠળ કૃષિ વૈવિધ્ય યોજનાની કિટમાં ખેડૂતોને આપવામાં આવેલું મકાઈનું બિયારણ સડેલું નીકળતા મોટો વિવાદ થયો છે.
પાધરવાંટ ગામના ખેડૂતોએ ભ્રષ્ટાચારી અધિકારીઓ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા
તાલુકાના પાધરવાંટ ગામના ખેડૂતોએ ભ્રષ્ટાચારી અધિકારીઓ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. ખેડૂતોનો આક્ષેપ છે કે, રૂ. ૫૦૦ ભરાવીને આપવામાં આવેલી ખાતર, બિયારણ અને દવાની કિટમાં મકાઈનું બિયારણ હલકી કક્ષાનું અને સડેલું હતું.
બજારમાંથી લાવેલું બિયારણ યોગ્ય રીતે ઊગી આવ્યું
ખેડૂતો દ્રારા સૂત્રોચાર કરી ભ્રષ્ટાચારીઓ વિરુદ્ધ કાર્યવાહીની માંગ ઉઠાવવામાં આવી. ખેડૂતોએ જણાવ્યું કે કમોસમી વરસાદથી થયેલા નુકસાન બાદ સરકારની કીટથી પણ નિરાશા જ મળી છે, જ્યારે બજારમાંથી લાવેલું બિયારણ યોગ્ય રીતે ઊગી આવ્યું.
'નકલી બિયારણ બંધ કરો'- ખેડૂતોનો સૂત્રોચ્ચાર
આ ઘટનાને પગલે પાધરવાંટ ગામના ખેડૂતોએ એકઠા થઈને તંત્ર વિરુદ્ધ મોરચો માંડ્યો હતો. ખેડૂતોએ 'નકલી બિયારણ આપવાનું બંધ કરો' અને ભ્રષ્ટાચારી અધિકારીઓ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. ખેડૂતોનો સીધો આક્ષેપ છે કે ગરીબ આદિવાસીઓને હેરાન કરવામાં આવી રહ્યા છે અને રજૂઆતો છતાં અધિકારીઓના પેટનું પાણી હલતું નથી.હાલ તો ખેડૂતોએ માંગ કરી છે કે આ કૌભાંડની તપાસ થાય અને ખેડૂતોને થયેલા નુકસાનનું વળતર આપવામાં આવે તેવી નાંગ કરવામાં આવી છે.






