Video/ 'કામ એવું કરો કે લોકો ફરી યાદ કરે', Godhara ના ધારાસભ્ય સી.કે. રાઉલજીની સૂચક ટકોર
ગોધરામાં પાણીની ટાંકીના લોકાર્પણ પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં ધારાસભ્ય સી.કે
ગોધરામાં પાણીની ટાંકીના લોકાર્પણ પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં ધારાસભ્ય સી.કે. રાઉલજીએ વિકાસના કામોની ગુણવત્તા પર ભાર મૂકતી એક સૂચક ટકોર કરી હતી. તેમણે અધિકારીઓ અને પદાધિકારીઓને સંબોધતા કહ્યું કે, "કામ એવું કરો કે લોકો ફરિયાદ કરે."
ફરિયાદનો મતલબ: 'ફરી યાદ કરે'
ધારાસભ્ય રાઉલજીએ તેમની આ ટિપ્પણીનો અર્થ સ્પષ્ટ કરતાં જણાવ્યું કે ફરિયાદના બે અર્થ હોય છે, "એક તો કામ એવું કરો કે કામને લઈ લોકો ફરી યાદ કરે." એટલે કે, એટલું ઉત્તમ કામ કરો કે લોકોને તેની સકારાત્મક અસર લાંબા સમય સુધી યાદ રહે.
બીજું કે "કામ એવું ખરાબ ન કરો કે લોકો ફરિયાદ કરે." એટલે કે, નબળી ગુણવત્તાનું કામ કરીને લોકોની નારાજગી ન વહોરવી જોઈએ.
તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, "સારું કામ કરશો તો લોકો ફરી વાર... કામ કરનારને યાદ કરે." આ ટકોર દ્વારા તેમણે સ્થાનિક પ્રશાસન અને નગરપાલિકાને વિકાસના કામોમાં ગુણવત્તા જાળવવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.
આ લોકાર્પણ કાર્યક્રમમાં ધારાસભ્ય સી.કે. રાઉલજી ઉપરાંત નગર પાલિકાના પ્રમુખ, ચીફ ઓફિસર (CO), અને પાલિકાના ઉપપ્રમુખ સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ હાજર રહ્યા હતા. તેમની હાજરીમાં જ ધારાસભ્યએ આ મહત્ત્વની ટિપ્પણી કરી હતી








