મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video/ દૂધરેજ વડવાળા ધામમાં ભક્તિનું ઘોડાપૂર, મધ્યરાત્રિથી જ ભક્તોનું કીડીયારું ઉભરાયું

સુરેન્દ્રનગર: સમસ્ત રબારી અને માલધારી સમાજની આસ્થાના કેન્દ્ર સમાન સુરેન્દ્રનગરના દૂધ

તસવીર: gstv

સુરેન્દ્રનગર: સમસ્ત રબારી અને માલધારી સમાજની આસ્થાના કેન્દ્ર સમાન સુરેન્દ્રનગરના દૂધરેજ વડવાળા મંદિર ખાતે આજે ત્રિવિધ મહોત્સવ જેવો માહોલ છે. આજે ભગવાન વડવાળા દેવનો પ્રાગટ્ય દિવસ હોવાની સાથે હોળીના પર્વની પણ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે.

મધ્યરાત્રિથી જ ભક્તોનું કીડીયારું ઉભરાયું

વડવાળા દેવના દર્શન કરવા માટે મધ્યરાત્રિથી જ ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે. વહીવટી તંત્ર અને મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલા અંદાજ મુજબ, આ મહોત્સવમાં 3 લાખથી વધુ શ્રદ્ધાળુઓ જોડાશે. ભક્તોની સુવિધા માટે એસટી વિભાગ દ્વારા ખાસ વધારાની બસો પણ શરૂ કરવામાં આવી છે.

મોરારીબાપુ સહિત સંતોની ઉપસ્થિતિ

આ પાવન અવસરે મોરારીબાપુ સહિત 250 થી વધુ સંતો અને મહંતો વિશેષ ઉપસ્થિત રહેશે. સંતોની નિશ્રામાં પ્રાગટ્ય દિવસની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવશે.

વૈદિક હોલિકા દહન અને મહાપ્રસાદ

આ વર્ષે પર્યાવરણ અને પરંપરાના સમન્વય સાથે 60 હજાર છાણા દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે હોલિકા દહન કરવામાં આવશે. આ ઉપરાંત, ઠાકોરજીને ભોગ ધરવા અને ભક્તો માટે 50 હજાર લીટર દૂધનો વિશિષ્ટ પ્રસાદ તૈયાર કરવામાં આવ્યો છે.

સાંસ્કૃતિક કાર્યક્રમો અને લોકડાયરો

હોળી મહોત્સવના ભાગરૂપે રાત્રે ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાતના જાણીતા કલાકારો પોતાની કલા પીરસશે અને ભક્તોને ભક્તિરસમાં તરબોળ કરશે.

આ સમાચાર શેર કરો